STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

નિર્ણાયકની વેદના

નિર્ણાયકની વેદના

1 min
25.9K


નિર્ણાયકના રોલમાં મારાથી કદી રહેવાય નહીં,

કોણ પહેલો કોણ છેલ્લો એવું રે કહેવાય નહીં.


છે બધા આખરે મા શારદાના ઉપાસકો અહીં,

પ્રેરણા મા સરસ્વતીની કદી ઓછી અંકાય નહીં.


કોણ આપણે લઈને કાટલું ન્યાયનું તોલનારાઓ ?

અંતરઉર્મિને મનના માપથી ક્યારેય મપાય નહીં.


ભાષાભૂલ એ અભિવ્યક્તિનો દોષ વ્યક્તિ તણો,

એથી ભાવનિર્ઝર ઉરને મારાથી ઠેસ મરાય નહીં.


સૌ શ્રેષ્ઠ છે પોતપોતાની જગ્યાએ સર્જકો બધા,

કોઈ સારસ્વતને ઓછો અદકો કદી ગણાય નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational