નિજાનંદ
નિજાનંદ
મારો મારી સાથે મિલાપ થયો છે,
જીવનમાં નવો આલાપ થયો છે,
મે જોયું મારી સામે દર્પણમાં,
પછી ધીમેથી વાર્તાલાપ થયો છે,
હું મુજને ભેટી પડ્યો જોરથી,
ભરોસો ખુદ પર અમાપ થયો છે,
ખભો થાબડ્યો મારો પોતાનો,
શૌર્ય મારો આપોઆપ થયો છે,
આંખોમાં આંખ પરોવી જોયું,
સાચેજ ઘણો વ્યાપ થયો છે.