નીકળી પડ્યાં
નીકળી પડ્યાં
મૃગ - તૃષ્ણા સંતોષવા માટે,
જળ ને શોધવા રણ નીકળી પડ્યાં.
શારડીમાં વહોરાવવા માટે,
ઈચ્છાઓના ધણ નીકળી પડ્યાં.
લખાયું છે લલાટે તે અફર નથી છતાં
તર્ક-વિતર્કની દુનિયામાં વિચારો નીકળી પડ્યાં.
કર્મના રહેઠાણમાં રેડ પાડી તો,
પુણ્ય પાછળ પાપ ના ઘડા નીકળી પડ્યાં.
ઉપરનું પહેરણ તો ધોઈને સાફ રાખ્યું,
અંદર મેલના થર નીકળી પડ્યાં.
સાંજ પડ્યે સાથ છોડ્યો સહુએ,
પડછાયા પણ ઘેર જવા નીકળી પડ્યાં.
