STORYMIRROR

Mayur Rathod

Romance Inspirational

3  

Mayur Rathod

Romance Inspirational

નહીં કરું

નહીં કરું

1 min
188

તુજને ખોટું લાગી જાય એવો એકેય શબ્દ નહીં બોલું,

હવે તું મારાથી રૂઠે તો હવે તારા મનામણા નહીં કરું,


થઈ ગઈ મારી ભૂલ હવે શું કરું કેટલી માગું માફી,

તને કયારેય પણ હવે મારી જોડે બોલવા મજબૂર નહીં કરું,


ચોક્કસ તું થઈ જજે દૂર મારાથી મને નથી કોઈ વાંધો,

વચ ગાળે જો મળે તો તુજને જોઈ મારી આંખ ભીની નહીં કરું,


કરીશ કોશિશ તને પામવાની જીવનથી મરણ સુધી કાયમ,

જો આવે તું મુજ જીવનમાં પાછી તો કોઈ પ્રશ્ન નહીં કરું,


મંજૂર છે તારી હરેક શરત આ જિંદગીમાં તને ખોવા સિવાય,

મળે જો મને કોઈ પરનાર તો હું એને સ્વીકાર નહીં કરું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance