STORYMIRROR

Bharat Thacker

Tragedy

4  

Bharat Thacker

Tragedy

નદીના બે કિનારા

નદીના બે કિનારા

1 min
367

દંભી દુનિયાદારી, આપણા પ્રેમને અલગ કરવા માટે નિમિત્ત હશે

એટલું લાગે છે કે આપણી વચ્ચે, જિંદગીભર આવજોની ભીંત હશે,


નથી મળી શકવાના નદીના બે કિનારા ક્યારેય પણ

જિંદગીભર રહીશું ‘ભીના”, એ જ આપણી પ્રીત હશે,


પ્યારનો તો પહેલો અક્ષર જ હોય છે અધૂરો, એ ભીતી થશે પુરવાર

આપણી વચ્ચે રહેશે આવજોની ભીંત, પ્રેમ આપણો ખંડીત હશે,


દુનિયામાં પ્રેમ અને મહોબ્બત સિવાય પણ સાચવવું પડે છે ઘણું

આપણે આપશું પ્રેમનું બલિદાન, આપણો પ્રેમ પંડિત હશે,


આવજો શબ્દમાં આમ તો હોય છે પાછું મળવાનું ગર્ભિત

પણ આપણા ‘આવજો’ માં ભેદી ના શકાય એવી ભીંત હશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy