STORYMIRROR

Sapana Vijapura

Romance

0.6  

Sapana Vijapura

Romance

નડીને શું કરું

નડીને શું કરું

1 min
13.8K


પ્રેમ ના હો તો નડીને શું કરું ?

ને સમય સાથે લડીને શું કરું ?

મુલ્ય આંસુંનું અહીં પાણી જ છે

લોક સામે હું રડીને શું કરું ?

ઓળખી હું ના શકી જો જાતને

આખી દુનિયાને જડીને શું કરું ?

મન ભટકતું હોય જ્યાં ત્યાં મારું તો

બોલ સજદામાં પડીને શું કરું ?

આવવાનું કોઈ વચન આપ્યું નથી

રોજ સપને આખડીને શું કરું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance