STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

નૈયા છે તરવાની

નૈયા છે તરવાની

1 min
27K


સામે જેવી પડશે એવી છે દેવાની

ખાલી ખોટી ચિંતા રોજે શું કરવાની


હઉનું થાવાનું એવું વઉનું થાવાનું

કુદરત સામે ખોટી હૂંઠો શી ભરવાની


ટાણે ટાણે પાછી ડાળી તો ઉગવાની

પત્તા જેવી છે ડાળી તો ખરવાની


ચિંતાને શું એ તો આવે એવી જાવે

તારા મારા પાસે ફરતી એ ર્ હેવાની


કોઈ ડૂબાડે તો ડૂબી ના જાવાની

ઇશ્વરના વિશ્વાસે નૈયા તો તરવાની


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational