નાવ મારી
નાવ મારી
નાનકડી નાવ મારી,
નાનકડી નાવ,
સર સર પાણીમાં જાય,
નાવ મારી પાણીમાં જાય,
માછલી આવે,
દેડકાં આવે,
આવે મજાના કાચબાભાઈ,
નાનકડી નાવ મારી,
નાનકડી નાવ,
બતક તરતાં,
સાપ સરકતા,
સરસર કરતી, નાવ મારી જાય,
નાનકડી નાવ મારી,
નાનકડી નાવ.
