નાટક
નાટક
ઈશ્વરના જીવનરૂપી રંગભૂમિમાં ,
હું માણસનું નાટક ભજવતો રહ્યો છું.
એ હસાવે,એ રડાવે કે જીવાડે
એમ જીવવાની કોશિશ કરતો આવ્યો છું.
ક્યારેક મળે આહલાદક સુખ તો ક્યારેક મળે દરિયા જેવું દુ:ખ.
લોક બિરદાવે ક્યારેક તાળીઓના ગડગડાટ સાથે,
તો ક્યારેક બિરદાવે એ કટાક્ષભર્યાં શબ્દો સાથે.
સુખમાં વરસાવે પ્રશંસાની વાહવાહી,
ને દુ:ખમા કરે કર્મોની લેણાદેણી......!
જગ મિથ્યા જાણવા છતાં અહીં,
હું લોભ, મોહમાં ફસાતો આવ્યો છું.
અંતે તો પંચભૂતમાં ભળવાનું,
તોયે મિથ્યા ખેલ ખેલતો આવ્યો છું.
પાત્રોમાં અહીં વહી ગઇ છે મીઠાશ,
તો ક્યાંથી નાટક સુપરહીટ
થાય?
નથી કરવું કોઈ નાટક મારે,
નથી બનવું નાટક બાજી.
માણસ કેરુ નાટક કરતાં કરતાં,
તને આજ પ્રાર્થનાથી બિરદાવું છું.
હે પ્રભુ! હું તારી રંગભૂમિમાં,
નિત્ય સુંદર સુકર્મો કરું.
ને તારા રચેલ નાટકમાં,
હું સારો પાત્રકાર બનું.
હે ઈશ્વર! દેજે એટલું,
ન જન્મ એળે જાય.
આવ્યો છું રંગભૂમિ પર તો,
મારું પાત્ર ભવોભવ વખણાય,
ને મારૂં આવાગમન મટી જાય.
