નાથ મારા
નાથ મારા


નાથ મારા આજ તું સંભાળજે.
હાથ મારો સ્નેહથી હરિ ઝાલજે.
હોય ખોટો કે ખરો હું નાથ પણ,
કરગ્રહીને તું મને અપનાવજે.
જાગતી હરિવર મને ચાહત ઘણી,
દીન દેખીને દયા તું લાવજે.
પૂરજે આશા કદીએ ભક્તની,
સ્નેહથી હરિવર મને સ્વીકારજે.
પામવા પરમેશ ઉરની આરઝૂ,
માનજે તારો પછી તું પાળજે.