STORYMIRROR

Drsatyam Barot

Classics

3  

Drsatyam Barot

Classics

નારી

નારી

1 min
32K


સ્ત્રી જે કોઈની કરજદારી નથી,

માનવી છે પણ અરજદારી નથી.

નર અને નારી મળે માણસ બને,

સ્ત્રી કદી નર પર બની ભારી નથી.

શક્તિનો અવતાર છે ઔરત હવે,

આ પહેલાંની હવે નારી નથી.

ના સમજ અબળા હવે ઔરતને તું,

છે ઘણી સબળી જે, તેં ધારી નથી.

આવશે તો આપ બળથી આવશે,

કૈંદમાં ઔરત હવે તારી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics