Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minakshi Jagtap

Inspirational

4  

Minakshi Jagtap

Inspirational

નારી તું પાવનકારી

નારી તું પાવનકારી

1 min
310


નારી તું તો પાવનકારી શક્તિશાળી મર્દાની

ધારી ધારી તને જોઉં છું અભિલાષા મંગલકારી


મર્દોની તું કઠપુતલી, કેમ થાય છે બિચારી

નારીને બદનામ કરો ના, સાંભળો તેની મજબૂરી

અપરાધોથી ધગધગતી, નારીની છે બલિહારી

ધારી ધારી તને જોઉં છું અભિલાષા મંગલકારી


કુરિવાજોના ભોગ બનતી જાય હંમેશા આ નારી

ધૈર્ય ખૂટતું જાય ત્યાં સુધી, મન થાય ભારી ભારી

નારી વિના પ્રેમ મળે ના, તારી છે એ સહચારી

ધારી ધારી તને જોઉં છું અભિલાષા મંગલકારી


નાર વિના સૃષ્ટિ ના ચાલે સમજો મરદો અવિચારી

સૃષ્ટિનું સર્જન કરનારી, પ્રેમળ એ પાલનકારી

માંન આપશો, સ્નેહ રાખશો, બનજો પ્રેમના અધિકારી

ધારી ધારી તને જોઉં છું અભિલાષા મંગલકારી


થેલી સાથે જાય બજારે ગૃહલક્ષ્મી તુ વ્યવહારી

હાથમાં તારો પેન બી શોભે સરસ્વતી તું હે નારી

હર ક્ષેત્રમાં આગળ વધીને નારીએ બાજી મારી

ધારી ધારી તને જોઉં છું અભિલાષા મંગલકારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational