STORYMIRROR

Minakshi Jagtap

Inspirational

4  

Minakshi Jagtap

Inspirational

નારી તું પાવનકારી

નારી તું પાવનકારી

1 min
1.1K

નારી તું તો પાવનકારી શક્તિશાળી મર્દાની

ધારી ધારી તને જોઉં છું અભિલાષા મંગલકારી,


મર્દોની તું કઠપૂતળી કેમ થાય છે બિચારી

નારીને બદનામ કરો ના સાંભળો તેની મજબૂરી

અપરાધોથી ધગધગતી, નારીની છે બલિહારી

ધારી ધારી તને જોઉં છું અભિલાષા મંગલકારી,


કુરિવાજોના ભોગ બનતી જાય હંમેશા આ નારી

ધૈર્ય ખૂટતું જાય ત્યાં સુધી મન થાય ભારી ભારી

નારી વિના પ્રેમ મળે ના, તારી છે એ સહચારી

ધારી ધારી તને જોઉં છું અભિલાષા મંગલકારી,


નાર વિના સૃષ્ટિ ના ચાલે સમજો મરદો અવિચારી

સૃષ્ટિનું સર્જન કરનારી, પ્રેમળ એ પાલનકારી

માન આપશો, સ્નેહ રાખશો, બનજો પ્રેમના અધિકારી

ધારી ધારી તને જોઉં છું અભિલાષા મંગલકારી,


થેલી સાથે જાય બજારે ગૃહલક્ષ્મી તું વ્યવહારી

હાથમાં તારો પેન પણ શોભે સરસ્વતી તું હે નારી

હર ક્ષેત્રમાં આગળ વધીને નારીએ બાજી મારી

ધારી ધારી તને જોઉં છું અભિલાષા મંગલકારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational