STORYMIRROR

Vijay Parmar

Inspirational

4  

Vijay Parmar

Inspirational

નારી તું નારાયણી

નારી તું નારાયણી

1 min
234

આધુનિકતાની આડમાં વલોવાતી આ નારી, 

ફરજ અને જવાબદારીમાં શોષાતી આ નારી, 


નારીના જીવનની એક જ કહાની, 

એક જીવનમાં હજારો પાત્રો ભજવતી આ નારી,


બે હાથ પણ હજારો કામ કરતી આ નારી,

પતિ અને બાળકો વચ્ચે વહેંચાતી આ નારી,


કુટુંબ અને નોકરીની વચ્ચે પીસાતી આ નારી,

પોતાના બલિદાન થકી કુટુંબને તારતી આ નારી,


જવાબદારીનો ભાર લઈ જીવન જીવતી આ નારી,

પારકાંને પોતાના બનાવી સાચવતી આ નારી,


સુખ અને દુઃખના વલોણે વલોવાતી આ નારી,

એટલે નારાયણી બની સઘળે પૂંજાતી તું નારી.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Inspirational