નારી શક્તિ
નારી શક્તિ
નારી તું જ શક્તિ તું જ બ્રહ્મસ્વરુપિણી, તુંં ભાંડોદરી તું સંચાલક પોતાની જાતને ન સમજ અબળા,
હંમેશા પોતાના હક માટે રહે તત્પર, તું ભિતરે ઝાંખી જો જરા નથી તું કોઈ મનોરંજન કે ઉપયોગની વસ્તુ,
દરેક સ્વરૂપે પુરુષ ને પરમાનંદની અનુભુતિ કરાવી, સૂના જીવનને ખુશીઓથી રેલમછેલ કરી દેતી.
ઓફિસને ઘરનું સંચાલન મજાથી કરતી, બાળકનું શારદાનું રૂપ ધરી ભણાવતી,
બિચારી બની સહાનુભુતિ મેળવવાનુ છોડી આગળ વધવા મીટ માંડ જીવનમાં જગત વ્હાલુ લાગશે તને.
