નારી દિન
નારી દિન
આજના નારી દિન પર નારીઓ જ કેમ દીન ?
જેના થકી જન્મે જગત આખું તેનો,
દિવસ મનાવો પડે દુઃખનો વિષય છે.
છેવાડે અંધારે લાજ કાઢી બેઠેલી,
સ્ત્રીને પૂછો કયો સુખનો વિષય છે.
આપણું પહોંચવું ચંદ્ર પર કશુંયે,
કામ નથી આવ્યું જરાયે હજુ સુધી 'હોશ'
જ્યાં જન્મે દીકરો અથવા દીકરી
એ નક્કી કરવો કુખનો વિષય છે.
