STORYMIRROR

Nikita Panchal

Romance

3  

Nikita Panchal

Romance

નાજુક છે ઘણાં

નાજુક છે ઘણાં

1 min
367

આવી ગયા છે નંબર હવે એને આખો દિવસ ફોટામાં જોઈ જોઈને,

બસ કર હવે હે મારી નાજુક આંખ હવે શું મોતિયો લાવવો છે,


આવી ગયા છે બે હાર્ટ એટેક એને આખો દિવસ પ્રેમ કરી કરીને,

બસ કર હવે હે નાજુક દિલ મારા નહિ તો બાયપાસ કરવું પડશે,


થવા લાગ્યા છે હવે કાનમાં મારા સણકા એનો અવાજ સાંભળીને,

બસ કર હવે હે નાજુક કાન મારા નહિ તો પડદા ફાટી જશે,


આવી ગયું છે હવે નામ જીભ પર એનું હવે રટણ એનું જ થયા કરે છે,

બસ કર હવે હે નાજુક જીભ મારી નહિ તો દાંત સાથે કચડાઈ જઈશ,


આવી જાય છે યાદ દિલમાં એ આખો દિવસ ગાંડાની જેમ,

બસ કર હવે હે નાજુક દિલ મારા નહિ તો તૂટી જઈશ,


આવી જ રીતે એક એક અંગ તારા નામે કરી દઈશ હું ઓ મારા પ્રિયતમ,

કારણ કે મારા એક એક અંગ પર તારો જ અધિકાર છે ઓ મારા વાલમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance