ના કરીશ
ના કરીશ
ખાલી ખાલી નશાની વાતો મને ના કરીશ
દિલ લૂંટીને તોડવાની વાતો મને ના કરીશ,
જોયા છે કેટલાય લૈલા મજનું તડપતા
મારા પ્રેમમાં તડપવાની વાતો મને ના કરીશ,
લગાવ્યા છે તાળાં અમે હૃદયમાં છેક સુધી
ખોટી ચાવીઓ લગાવવાની વાતો મને ના કરીશ,
હતાં ક્યારેક અમે પરમ પાગલ કોઈની પાછળ
હવે પાગલપંતી બતાવવાની વાતો મને ના કરીશ,
છું એક ઘાયલ સિંહણ હું મારા જ સાવજની
હવે લાલિયા વાડિયાની વાતો મને ના કરીશ,
નાખું કરી બધું ભડકે ને ભડાકે વાર નથી કોઈ
મુજ ઘાયલને સતાવવાની વાતો મને ના કરીશ,
બની હતી 'નિક્સ' એની માટે જ પાગલ જરૂર
હવે ડહાપણ કરવાની તું વાતો મને ના કરીશ.

