'ના કર'
'ના કર'
આમ હવે છોડીને જવાની ઉતાવળ ના કર,
પ્રણયની અધૂરપે લાગણીની વાવણી ના કર,
જીવનનૈયા ઝોલે ચડી હવે વમળે તારાપા ના કર,
માણેલી સહવાસની એ પળે શરાફત ના કર,
નેણલે લડાવી નેણ અમથી ઉચાપત ના કર,
અફળ સફરે સફળ શમણાં તું સાકાર ના કર,
કેવળ સ્મરણના સહારે જિંદગી બરબાદ ના કર,
શબ્દોને સથવારે કાયમ વાયદા ઉધાર ના કર,
'મઝધાર' છોડી ચાહત હવે દિલદાર ના કર,
આવેલ આફતે 'અમરત' ને નોંધારી ના કર.

