STORYMIRROR

Umesh Tamse 'Dhabkar'

Inspirational Others

3  

Umesh Tamse 'Dhabkar'

Inspirational Others

ના બને

ના બને

1 min
329

અન્યથી જે માનવી પર ના બને,

એનું દિલ ક્યારેય સમંદર ના બને,


જાતમાં વિશ્વાસ રાખે જે અહીં,

એ કદી જીવનમાં કાયર ના બને,


જિંદગીનો સાર સૌ જાણ્યા પછી,

વ્યર્થ ઈચ્છાનો એ ચાકર ના બને,


પ્રેમ દીવો જેની ભીતર ના બળે,

એ કદી જગનો સિકંદર ના બને,


માન આપે નહિ જે નારીને સદા,

એ તો નર હોવા છતાં નર ના બને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational