ન કર
ન કર


કરી છે સર્જન ઈશે જીવસંગ આ વસંત.
ન કર માનવ આ સુંદર ઉપવનનો અંત,
રચી છે મનોહર રંગોથી આ સુંદર પ્રકૃતિ,
ન કર કૃત્રિમ રંગ-રોગાન એને કારખાનાનું.
સર્જયાં છે મહીં પશુ, પંખી, જીવ, તુજને,
ન ફેલાવ સામ્રાજ્ય કરી કેદ મૂક જનાવરને.
અંગ છે વા, ભૂમિ, નભ, જળ, અનલ સૃષ્ટિનાં,
ન પહેરાવ આ અંગોને મૂખોટાં કૃત્રિમતાનાં.
રચના છે એ તો અનોખી સંયમિત જીવનની,
ન કર નાશ આ કુદરતી અમૂલ્ય ઘટમાળની.