STORYMIRROR

Khyati Anjaria

Inspirational

3  

Khyati Anjaria

Inspirational

મૂંઝવણ

મૂંઝવણ

1 min
494

કહેશું જો કોઈને તો કહેવાઈ જાશે,

નહિ તો દિલની વાત દિલમાં જ દબાઈ જાશે,

વીતશે જિંદગી પોતાના વહેણમાં,

ને વિચારશો ક્યારેક તો અફસોસ થાશે.


દિલ ને દિમાગની જબરી લડાઈ,

મૂંઝવણ મોટી ને સૂઝે ના કોઈ ઉપાય,

આમ જ ચાલ્યું તો કાંઈ આગળ ના થાશે,

કહેવું હતું કેટલું ય, જીવ ખુબ પસ્તાશે.


આજે નહિ તો ક્યારેય નહિ,

નક્કી તારે કરવાનું, બીજાએ નહિ,

દિલની વાત કહી દેવામાં તારું શું જાશે ?

વિશ્વાસ રાખ ! જે થાશે તે સારું જ થાશે ..સારું જ થાશે.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational