STORYMIRROR

Jashubhai Patel

Inspirational Others

3  

Jashubhai Patel

Inspirational Others

મુઠી ભરીને સપના

મુઠી ભરીને સપના

1 min
19.6K


મુઠી ભરીને મેં તો વાવ્યા 'તા સપનાં રે સખી,

એમાંથી થોડાંક ઊગ્યાં ને થોડાંક આથમ્યાં.


લીલીછમ લાગણીને ફૂટ્યાં'તાં કૂણાં પાન રે સખી,

એમાંથી થોડાંક ખિલ્યાં ને થોડાંક શરમાયાં.


રંગબેરંગી ફૂલો બની રમવુંતું એમને,

લહેરાતા વાયરા સંગ ઝૂમવુંતું એમને.


પછી પતંગિયાં બનીને એ તો ઊડ્યાં રે સખી,

એમાંથી થોડાંક ઊડ્યાં ને થોડાંક રૂઠ્યાં.


સુરજની સોડમાં સંંતાઇને કરે ડોકિયાં,

વાદળોની આંખમાં રમે બની સાપોલિયાં.


ઘડી ઘડી હરખાઇને એ તો ફરક્યાં રે સખી,

એમાંથી થોડાંક હસ્યાં ને થોડાંક રડ્યાં.


ડાળીએ ડાળીએ ફૂટ્યાં અરમાનો રતુંમડાં,

એ તો મહેંકાય એવાં કે જાણે હોય કેસુડાં,


એને પાલવમાં ભરીને 'જશ' મેં તો ઢાંક્યાં રે સખી,

એમાંથી થોડાંક ઊંઘ્યાં ને થોડાંક જાગ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational