STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મુસીબતોનાં ટાંકણાથી એ ઘડાતો હોય છે

મુસીબતોનાં ટાંકણાથી એ ઘડાતો હોય છે

1 min
55

માણસ છે, માણસની પીડા જોઈને ક્યારેક રડતો હોય છે,

ક્યારેક કોઈકની સફળતામાં પથ્થર બની રાહમાં નડતો હોય છે,


માણસ છે ક્યારેક માનવતાભર્યો વ્યવહાર કરતો હોય છે,

તો ક્યારેક કોઈની દુ:ખતી નસને અડતો હોય છે,


માણસ છે ક્યારેક હતાશ થઈને હારી જતો હોય છે,

ક્યારેક મક્કમ ઈરાદાઓ સાથે જીત મેળવવા જંગે ચડતો હોય છે,


માણસ છે ક્યારેક પહાડ જેટલી મુસીબતમાં હસતો હોય છે,

તો ક્યારેક અઢળક ખુશીઓમાં પણ રડતો હોય છે,


માણસ છે ક્યારેક સંતાઈને ખોટા કૃત્યો કરતો હોય છે,

તો ક્યારેક કર્મોની સજાથી એ ડરતો હોય છે,


માણસ છે મઝધારે પણ હિંમતથી ઝઝૂમે છે,

ક્યારેક કિનારો મળતા પણ રડતો હોય છે,


માણસ તો આખરે માણસ છે ફરિશ્તો નથી,

આખરે એ અહીંથ તહીં અથડાતો હોય છે,


માણસ છે, રડે છે, હસે છે, ખરા ખોટા કર્મો એ કરે છે,

આખરે મુસીબતોનાં ટાંકણાથી તો એ ઘડાતો હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational