STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

મને મળે નવા વર્ષની જો આવી ભેટ

મને મળે નવા વર્ષની જો આવી ભેટ

1 min
221

બને વિશ્વના દરેક માનવી એક

ન જોવા મળે ઈર્ષાના કોઈ ભેદ

મને મળે નવા વર્ષની જો આવી ભેટ...!


ભૂખ્યા સૂવે નહી કોઈ ગરીબ બાળ

એની લે સૃષ્ટિના હર માનવ સંભાળ

મને મળે નવા વર્ષની જો આવી ભેટ...!


ઘટી જાય મહત્વ દેખાડાની ખોટી રીતભાતના

ઊગે હર એક દિલમાં માનવતાનાં બીજ મજાનાં

મને મળે નવા વર્ષની જો આવી ભેટ...!


ન કોઈ ઊંચ કે ન કોઈ નીચ

ટળે આ નાતજાતની સર્વ આડંબર રીત

મને મળે નવા વર્ષની જો આવી ભેટ...!


આ ભાગદોડ ભરી જિંદગીમાં 

સમજે દરેક લોકો મહત્વ ઝાડ તણાં

મને મળે નવા વર્ષની જો આવી ભેટ...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational