મને મારું સરનામું મળી ગયું
મને મારું સરનામું મળી ગયું
મને મળી ગયું મારું સરનામું
ખોવાઈ ગઈ હતી હું દુનિયાની ભીડ માં
ખોવાઈ ગઈ હતી આ સોના-ચાંદીના મોહમાં
ખોવાઈ ગઈ હતી ઈચ્છા ઓનાં ટોળામાં
ખોવાઈ ગઈ હતી હું સપનાઓના સરઘસમાં
ખોવાઈ ગઈ હતી સ્વાર્થી સંબંધની કતારમાં
ખોવાઈ ગઈ હતી બાહ્ય સૌદયની ઝાકઝમાળમાં
ખોવાઈ હતી હું લાગણીની બજારમાં
ખોવાઈ હતી હું જુઠી શાન શૌકતના જંગલમાં
અટવાઈ ગઈ હતી ખોટા રસ્તે
મંઝિલ મારી ખોવાઈ ગઈ
મારી જાતને શોધવા નીકળી હું
નથી કોઈ વાહનની જરૂરત
નથી ઠાલા શબ્દોની જરૂરત
મારા માં થી હું પણું મિટાવી
હું મને મળી ગઈ
મને મારું સરનામું મળી ગયું
મોડો મોડો પણ કોહિનૂર નો અંશ મળ્યો
જાણે વસંત ને નવા પાન નો સંગ મળ્યો