STORYMIRROR

Avani 'vasudha'

Inspirational Others

3  

Avani 'vasudha'

Inspirational Others

ક્યાંક સુધી ભટકવું

ક્યાંક સુધી ભટકવું

1 min
206

મુશ્કેલ છે જીવનમાં મનગમતું મેળવવું,

રાહ પરના કાંટાને ફૂલોમાં ફેરવવું,


અઢળક ઈચ્છાઓ બાકી છે મુજમાં ને,

હજુ તો મારે છે આકાશમાં જઈને ચમકવું,


ખોલીને મનની આ બધી જ બારીને,

આજ તો મારે આભને મનભરીને નીરખવું,


દગો આપે છે જે મને જીવનમાં હરવખતે,

એવા નસીબને આજ ફરી મારે છે પરખવું,


મંઝિલ હવે તો મળી જાય તો છે સારું,

આમ મારે રાહમાં ક્યાંક સુધી ભટકવું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational