STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મુસીબતના પહાડને ઓગાળી જવાના

મુસીબતના પહાડને ઓગાળી જવાના

1 min
286

મહામૂલા રત્ન જેવું જીવન મળ્યું છે.

તો જીવી જવાના,

દુર્ગમ પહાડી જેવો જીવનનો રસ્તો

તોયે પાર કરી જવાના,


મધદરિયે અટવાઈ આ જીવનની નાવડી

તોયે કિનારે પહોંચી જવાના,

લાખો ભલે ને હોય મુસીબત

તોય પાર કરી જવાના.


જિંદગીની જંગ હોય ભલેને અઘરી

તોય આત્મવિશ્વાસની તલવારથી જીતી જવાના.

ભરી પ્રેમથી છલોછલ હૃદય

અમે દુશ્મનને પણ દોસ્ત બનાવી જવાના,


હોય ભલેને દુઃખની પાનખર

અમે તો રણમાં પણ ગુલાબ બની ખીલી જવાના.

આ ધરા છોડી એક દિન જવાના

પણ લોકોના હૃદયમાં અમે ઘર કરી જવાના.


પહાડ જેવા અડીખમ મનોબળ થકી.

જિંદગીની જંગ જીતી જવાના.

છે ઈશ્વરની કૃપા હંમેશ સાથે

આ મુસીબતના પહાડને પણ ઓગાળી જવાના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational