STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

મુસાફર

મુસાફર

1 min
354

આ જિંદગીમાં મુસાફર છીએ,

અવગુણો છોડીને પ્રભુને ભજીએ.


ચાલ મુસાફર રાહ લાંબો ઘણો છે,

વારાફરતી વારો અહીં બધાંનો છે.


ઉડાન ભરી જવાનું સૌને અહીં છે,

મોહ‌ માયા છોડીને સૌએ જવાનું છે.


પ્રગટાવ જ્યોત કર્મો તણી અહીં,

આવશે સાથે પાપ પૂણ્ય જ અહીં.


ગાડી,વાડીને બંગલો રહી જવાનાં છે,

સત્કર્મને ભક્તિ અંતે કામ આવે છે.


કર્મ કર્યે જા પુરી નિષ્ઠાથી દુનિયામાં,

મુસાફર બનીને આવ્યાં આ દુનિયામાં.


જીવી લે મન મુકીને ઓ‌ મનવા અહીં,

આ મુસાફરખાનું છે અવર જવર અહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational