મુલાકાત
મુલાકાત
તું અને હું ચાલને આજે બધું ભૂલી જઈને ફરી પહેલી મુલાકાત યાદ કરી લઈએ,
તું અને હું કેવા એકબીજા માટે મુલાકાત માટે તૈયાર રહેતા એ જૂની યાદ તાજી કરી લઈએ,
તું અને હું બંનેના પ્રેમપત્રો કેવા લખતા અને તેમાં ખોવાઈ રહેતા એ યાદ તાજી કરી લઈએ,
તું અને હું કેવા એકબીજા માટે કંઈક કરવા તૈયાર રહેતા એ યાદ તાજી કરી લઈએ.
