STORYMIRROR

Neeta Chavda

Thriller Others

3  

Neeta Chavda

Thriller Others

મુલાકાત હતી

મુલાકાત હતી

1 min
280

એજ બસ સ્ટેશન ને એ જગ્યા હતી,

નીતલ સાથે ત્યાં આજે થવાની મુલાકાત હતી,


હાય ! આજે અમારી થવાની મુલાકાત હતી.

ઘણા વખત પછી કોઈ નવી સખી મળી હતી,


આજની મુલાકાત અમારી નક્કી હતી.

બે પલ સાથે રહેશું એવી આશ હતી,


મનમાં આજે ઘણી ઉભરતી વાત હતી.

હાય ! આજે અમારી થવાની મુલાકાત હતી.


આવવાને હજી નીતલને ઘણી વાર હતી,

એ પણ બસ સ્ટેશને આવવા આતુર હતી,


અરે, પેલી સાંજ ઢળતી જાતી હતી,

મારે આઈ.ટી.આઈ થી નીકળવાની હજી વાર હતી,


હાય ! આજે અમારી થવાની મુલાકાત હતી.

ડેપો એ માણસોની ભીડ હતી,


નીતલની થોડી ઘણી સખીઓ પણ હાજર હતી,

આમ તો નજર મારી ચકોર હતી,


પણ, આમ તો નીતલ જ ગેરહાજર હતી,

હાય ! આજે અમારી થવાની મુલાકાત હતી.


આવી ગઈ મારા ચહેરા પર ઉદાસી હતી,

હું નીતલની રાહ જોતી હતી,


ત્યાં એક સખી આવીને કહી ગઈ,

એ, તો ઓફિસે હજુ હતી,


હાય ! આજે અમારી થવાની મુલાકાત હતી.

આટલું જ સાંભળી મેં ધીરજ રાખી હતી,


નીતલ હજુ ઓફિસે જ હતી,

મને જોઈને ચહેરા પર ખુશી હતી,


સાથે બેસીને પારલે મેન્ગો ચોકલેટ ખાધી હતી,

હાય ! આજે અમારી થવાની મુલાકાત હતી.


સાથે બેસીને બસની રાહ જોવી એજ અમારી મુલાકાત હતી,

બીજા કોઈની ત્યાં જગ્યા ન હતી,


ફક્ત બસ આવશે કે નહી તેની જ વાત હતી,

આ મારા ગામની બસ, ને તારા ગામની બસની,


અને મારી ને તારી વાત હતી....

હાય ! આજે અમારી થવાની મુલાકાત હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller