STORYMIRROR

Alpa Vasa

Inspirational

0.2  

Alpa Vasa

Inspirational

મુજ સખી

મુજ સખી

1 min
15.3K


સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું.........(૨)

એને ન નડે કોઈ વાડ કે પાળ,
એ તો અલ્લડ ને મતવાલું......
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું. 

બાળવયની આપણી યારી,
સોને મઢેલી, રૂપે જડેલી,
ન કરી ક્યારેય,  ગદ્દારી.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું. 

થાતાં તો ઘણાં ય રિસામણાં,
ને તેથી ય, વધું મનામણાં ,
નહતાં કોઈ, વાંઘા-વચકાં.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું.

પાંચ દાયકાની મૈત્રી મીઠ્ઠી,
ન કહ્યું થેન્ક્યું, ન સોરી,
ન કદી લાગ્યો, આભાર ભારી.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું.

સખી! આજ તને હું શું કહું?
સાંભળ, આંખના ઈશારે કહું,
તું જાજું સમજ, હું થોડું કહું.....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું.

ચાલ ફરી, ઓ મુજ સખી,
એકબીજાના કૃષ્ણ બની,
જીવનતણી શીખ, આપીયે સાચી....
સખી! આપણું મળવું,
જાણે ખળખળ વહેતું ઝરણું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational