STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

મતલબી દુનિયા

મતલબી દુનિયા

1 min
223

નિરખું છું હું સમાજના લોકોને,

જે બીજાની ખામીઓ શોધે છે,

પોતાને હોશિયાર સમજીને તેઓ,

અન્યને મૂર્ખ સમજે છે.


ગજબની છે લોકોની આદતો,

જે બીજાની નિંદા કરે છે,

પોતાની જાતને દેવતા સમજીને,

અન્યને હેવાન સમજે છે.


કેવી અદેખાઈ કરે છે આ લોકો,

જે બીજાને નફરત કરે છે,

પોતાને તેઓ મહાન સમજીને,

અન્યને મવાલી સમજે છે.


મતલબી છે આજના સંતાનો,

જે પિતૃછાયામાં ઉછરે છે,

મા બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલીને,

પત્નિની ગુલામી કરે છે.


કેવા છે મતલબી માતા પિતા,

જે દીકરીઓને કમાણી પર નભે છે,

દીકરીના ઘરને ઉજાડવા માટે,

શતરંજની રમત રમ્યા કરે છે.


નથી સમજાતી મુજને આ દુનિયા,

જે માનવતા મૂકીને જીવે છે,

"મુરલી" વિનવું છુ હું શ્યામ પ્રભુને,

જે આવી દુનિયા કેમ બનાવે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational