મોટાઈમાં મજા ?
મોટાઈમાં મજા ?


વાત તો અહીં મોટા થવાની છે રે,
કોણ જાણે એઘોડિયું,
પુખ્ત થઈને હિંડોળો થાય રે,
સાગરનાં ખોળામાં તો એ,
મોજાં મટીને સુનામી થાય રે,
એતો વાત છે પુખ્ત થવાની રે,
ખબર જ ના રહી ક્યારે એ પુખ્ત થયા,
આ ઘડીએ વાયરો મટીને વાવાઝોડું થયા રે,
વધુએ મોટા થવામાં મજા નથી,
પણ આ ઊંધી રીત ક્યાંથી હાલી રે,
આજે એ બાળક મોટું થઈને મારક થાય છે,
વાત તો અહીં મોટા થવાની છે રે
પણ આ ઘડીએ 'નીલ' મટીને
'શુન્ય' થવામાં મજા છે રે.