STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

મોરપીંછ મુગટે ઓળખાયો મારો કાનજી

મોરપીંછ મુગટે ઓળખાયો મારો કાનજી

1 min
183

મયૂર કેવાં રે કામણ તમે કીધાં

હરિએ તમારાં સરનામાં રે દીધાં,


તારા પીંછાનો વીંઝણો શોભે રૂપાળો

તારી કલગીનો તાજ રૂડો રઢિયાળો

મોર તું લાગે છે છેલછોગાળો,

 

મેહુલિયો ગાજે ને થનગને નખરાળો

વનવગડે ઢેલ સંગ દીપે દિવાનો

મોર તું લાગે છે છેલછોગાળો,

 

રમતો ભપકે કળાયેલ કોડીલો

મોરમુગટ ધરી હરખે રે ગોપાલો

મોર તું લાગે છે છેલછોગાળો,

 

મેં તો વહાલું કર્યું ગોકુળિયું ગામજી

મોરપીંછ મુગટે ઓળખાયો મારો કાનજી,

 

રાજ રાજેશ્વરી નટખટ ભપકા રૂપાળા

મોરલા તમે સૌને ગમતા છેલ છોગાળા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational