મોરબીની દુઃખદ ઘટના
મોરબીની દુઃખદ ઘટના
શબ્દો નથી મળતા આ ઘટનાને વર્ણવા
આંસુ પણ ઓછા પડે છે ઘટનાને સમજાવવા,
પુલ ઝૂલતો ઝૂલતો પડી ગયો
માણસ હસતો હસતો ચાલ્યો ગયો,
ભૂલકાઓનો હાથમાંથી છૂટી ગયો
પુલ સૌથી મોટો ભોગ લઈ ગયો,
મચ્છુના પાણી તો સૂકાઈ જશે
પણ સ્વજનોના આંસુ સૂકાતા નથી.
