મોંઘેરુ જીવન
મોંઘેરુ જીવન


લીધેલા શ્વાસ પણ છુટી જશે એક દિન,
વિશ્વાસ રાખો એક બીજા પર હર દિન.
કાચી માટીની કાયા ભળી જાશે,
માટીમાં એક દિન,
અભિમાન આપણું રોળાઈ જશે હર દિન,
સુખ દુઃખમાં સાથ આપો એકબીજાને હર દિન,
મળશે સુખ શાંતિ નનામીમાં એક દિન,
મળ્યુ છે મોંઘેરુ જીવન એને સજાવીલો હરદિન,
પછી આ જીવન નહીં મળે માણવાનું એક દિન.