મોંધેરો સ્વતંત્રતા દિવસ
મોંધેરો સ્વતંત્રતા દિવસ


દિવસ આજનો સોહામણો,
સ્વતંત્રતાની વાતોનો મેળાવડો.
આજની આપણી આ પેઢીને,
શું ખબર કે ગુલામી શું ચીજ છે ?
કોઈની આજ્ઞા મુજબ કરવાનું હોય કામ,
સમજાશે પરતંત્રતાની શું રીત છે ?
એક નિર્ણય કરવાની પણ નહોતી સતા,
વિરોધ કરવાનો દંડ, જેલને લાઠીની સજા.
નસીબદાર છીએ કે આઝાદી બાદ,
આ દુનિયામાં જન્મ્યાં આપણે.
નહિતર કેટલી હોત બદતર દશા,
આપણાં જીવનમાં આજે !
સલામ છે એ શહીદોને કે,
જેણે પોતાનાં લોહી વહાવ્યાં,
પરિવારના સાથ ગુમાવ્યાં,
સ્વતંત્રતા કાજે પ્રાણ ગુમાવ્યાં.
સ્વતંત્રતાનાં આ મોંધેરા દિને,
ઈતિહાસનાં પાને લખાયેલાં શહીદોને,
એમની વીરતાને યાદ કરી લઈએ,
તિરંગાને દિલથી સલામી આપી દઈએ.
દેશ માટે કંઈ કરવાનાં ઓરતાં લઈને,
આ માનવજીવનને ધન્ય કરી લઈએ !