મોજ કર
મોજ કર


વિચારવાનું છોડી,
તું મોજ કર,
દરેક બંધનોને તોડી,
તું મોજ કર,
દુઃખોને તરછોડી,
તું મોજ કર,
સુખોની લઈ ઘોડી,
તું મોજ કર,
મૂક ખોટી દોડાદોડી,
તું મોજ કર,
ચિંતાને ચૂલામાં છોડી,
તું મોજ કર,
વધારે નહિ તો થોડી,
તું મોજ કર,
વહેલી નહિ તો મોડી,
તું મોજ કર,
આફતના અરીસા ફોડી,
તું મોજ કર,
અગોચરે હંકારી હોડી,
તું મોજ કર.