મોજ છે
મોજ છે
વૈશાખને વસંત માનવામાં જ મોજ છે,
અંદર અને બહાર જીવવામાં મોજ છે !
ગમે કેસુડાની પેઠે કેસરિયા થઈ છવાવું,
કડવા શબ્દ મૌન રહી પીવામાં મોજ છે !
ચમકતી વીજળીને મુઠ્ઠીમાં ભરી લઉં,
વર્ષા બની આંખથી ટપકવામાં મોજ છે !
સાંભળતી આવી છું સાંભળતી રહીશ,
તું સંભળાવને, એ સાંભળવામાં મોજ છે !
જીવનને ઘુંટે ઘુંટે ચિક્કાર જીવું છું,
ધસમસતા પ્રવાહે જીવવામાં મોજ છે !
