STORYMIRROR

Pallavi Gohel

Inspirational

4  

Pallavi Gohel

Inspirational

મનવા

મનવા

1 min
383

પરિશ્રમનું રોપી લે બીજ તું મનવા,

વટવૃક્ષ બની એ સુખ આપશે મનવા,‌


પરસેવે નીતરી હરિયાળી કર ધરણી,

સ્વર્ણ ખજાનો મબલખ મળશે મનવા,


કસાતી કાયા બનીને નિરોગી મહેકશે,

મનમાં આનંદોત્સવ છવાશે રે મનવા,


પૈસાનાં તે ઝાડ કદી હોતાં હશે ભલાં !

પરસવે નહાઈ તેને જ સમૃદ્ઘિ વરશે મનવા,


જીવનનું સાતત્ય અંતર જો કળી લેશે,

ધન, સંપદાઓ, મોહ બધાં ઉતરશે મનવા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational