મનોમન
મનોમન
લોકો સાત જન્મનું પામવા કેમ મથતા હશે,
કોઈના પસીનાની કમાઈ તે કેમ લૂંટતા હશે.
કોઈનું સારું જોઈ મનોમન કેમ દાઝતા હશે,
ગૃહસ્થ જીવન માંથી છૂટા કેમ પડતા હશે.
સત્યસનાતન છોડી, બીજે કેમ દોડતા હશે,
સંપ્રદાયના હાટ ખોલી પેટ કેમ ભરતા હશે.
પોતાના પરિવારને તેઓ કેમ ત્યજતા હશે,
સમાજની તે આઘાપાછી કેમ કરતા હશે.
લોકપ્રેમ છોડીને વ્હેમમાં કેમ રાચતા હશે,
સંપત્તિના ઘમંડથી આકાશે કેમ ઊડતા હશે.
સંપત્તિ માટે લોહિયાળ જંગ કેમ ખેલતા હશે,
બધું મેળવી છેલ્લે તે કફન કેમ ઓઢતા હશે.
અર્થીમાં પોઢી સ્મશાન ગૃહે કેમ ચાલતા હશે,
ચિતાની પથારીમાં છેલ્લે તે કેમ બળતા હશે.
'પ્રવિણ' છેલ્લે પિંડદાન તે કેમ કરતા હશે,
યાદ માટે જ પરિવાર ફોટો કેમ ટાંગતા હશે.
