Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Inspirational

1.0  

Drsatyam Barot

Inspirational

દીકરી

દીકરી

1 min
13.6K


કેવું મજાનું ઘર સજાવી દે અમારી દીકરી ,

શાળા બનાવે ઘર મહી એવી અમારી દીકરી.


એ પૂછતી ભગવાન કેવા હોય છે દેખ્યા તમે,

પાછી તરત ભગવાન પણ બનતી અમારી દીકરી.


આખો દિવસ ગીતો મજાના ગાયને નાચે રમે ,

સૌને નચાવે વ્હાલથી ગાતી અમારી દીકરી.


ઘરઘર રમે ભોજન કરે સાથે જમાડે સાચવી ,

વાસણ ઘસે ને ગોઠવે લૂછી અમારી દીકરી.


આળસ કરે ના થાક લાગે એમને આખો દિવસ,

આખો દિવસ એ સુખ બની હસતી અમારી દીકરી.


એ ઝાડ પંખી ચીજ સાથે વાત કરતી હેતથી ,

માટે બધી ચીજો મહી રમતી અમારી દીકરી.


પળપળ મહી જન્મો બધા સાથે બતાવે સામટા,

લક્ષ્મી ઉમા વરદાયિની શક્તિ અમારી દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational