મનોબળ
મનોબળ
પડીને પણ હરબાર ઉઠી શકું છું,
મનોબળ જો મજબૂત ધરાવું છું,
ઉગતી સવારે કાયમ નીકળી શકું છું
આ રાત સાથે પણ નાતો ધરાવું છું,
બાજી જો હરબાર પલટાવી શકું છું
આ પ્રયત્નનું પાનું સદાય ધરાવું છું,
સંબંધે સંબંધે સચવાયો કહી શકું છું
કારણ સ્મિત સદાય ચહેરે ધરાવું છું,
જન્મે કહેવાઉં છું કાળા માથાનો માનવી
ને માટે હર ભીડે દ્રઢ મનોબળ ધરાવું છું.
