STORYMIRROR

Mehul Anjaria

Inspirational Others

4  

Mehul Anjaria

Inspirational Others

મનનું કોમ્પ્યુટર

મનનું કોમ્પ્યુટર

1 min
18

ઈન્ડેક્ષ ફીંગરથી ક્લીક કરું, ને વિન્ડો ઓપન થાય,

મનનાંં કોમ્પ્યુટરમાંથી, ડેટા એક્સેસ થાય.


ટાઈપ કરું યુ આર એલ, ને સર્ચની શરૂઆત થાય,

સંઘરાયેલી બધી મેમરી, તુરંત લિસ્ટ આઉટ થાય.


મનગમતું ફોલ્ડર શોધીને, ફાઇલ ઓપન થાય,

રીડ ઓનલી મોડમાં, ડેટા પ્રોસેસ થાય.


હોય પ્રોટેક્ટેડ વાત જો, પાસવર્ડ યાદ કરાય,

હાઈડ કરેલા ડેટાને, અનહાઈડ પણ કરાય.


અણગમતી યાદોને ડીલીટ કરી, ગમતી વાત એડ થાય,

રાઈટ ક્લીકનું બટન દબાવી, ડેટા રીફ્રેશ થાય.


પ્રિય પાત્રને ફરી મળીને, ડેટા ટ્રાન્સફર થાય,

વાત ધ્યાનમાં આ રાખી, ફાઇલને સેવ કરાય.


વિચાર મંથન થાય પુરું, પછી જ લોગ ઓફ થાય,

મનનાં આ કોમ્પ્યુટરથી, સેઇફ મોડમાં એક્ઝીટ થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational