મનની દુનિયા
મનની દુનિયા
મનની આ દુનિયામાં કોઈ ચોરાઈ ગયું છે,
મનની આ વાતમાં કોઈ પૂરાઈ ગયું છે,
મોતીની માળામાં એક મણકો સંતાઈ ગયો છે,
મોતીની આ માળા તોડતો ગયો છે,
કુંડાના ફૂલો મૂરઝાઈ ગયા છે,
કુંડાને કદરૂપું કરી ચાલ્યું ગયું છે,
સમુદ્રમાં નાવ તણાઈ રહી છે,
સમુદ્રને તાણીને ખેંચી રહી છે,
આકાશના તારાઓ ખરી પડ્યા છે,
આકાશને આછેરું કરી ગયા છે.
