STORYMIRROR

Jn Patel

Inspirational Others

4  

Jn Patel

Inspirational Others

મનખો

મનખો

1 min
27.2K


જીવન હવે ખડતલ કરી ચોપી જવું છે મને

મર્યા પછી વળતર ભરી રોપી જવું છે મને


આવી હશે ભૂલો હિસાબોમાં તમારા ભલે !

આ ખોટનું ગણતર ગણી જોખી જવું છે મને


ચણતા જતાતા મંજલો જીવન તણા આયખે

સંબંધનું ચણતર ચણી ચોટી જવું છે મને


ગાવા છે ગીતો જીંદગીના આજ એવા લખી

સૌ ગાય વારંવાર એમ ગોખી જવું છે મને


માનવ થયા છે સાવ સૂકા લાગણીઓ રહિત

ભાવો ભર્યું મંતર ભણી મોહી જવું છે મને


કર્મો ગણીને ડાઘુ થઇ સાક્ષી બનું જીવનો

થઇ આગિયો બળતણ બની ધોખી જવું છે મને


ભણ્યા 'જગત'ના પાઠ ને બેઠા છે ઠોઠડા બની

અવતારનું ભણતર ભણી પોઢી જવું છે મને


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational