STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

મંઝીલ મળી સમજો

મંઝીલ મળી સમજો

1 min
26.9K


આચરણમાં આવી જાય સદાચાર, મંઝિલ મળી સમજો,

ના રહે ' મારાં- તારાં'નાં વ્યવહાર, મંઝીલ મળી સમજો,


અંતર રહે આચ્છાદિતને નયન કરે સદગુણો તણા દીદાર,

જીહ્વાને હરિ નામનો જ શણગાર, મંઝીલ મળી સમજો,


સેવા, સમર્પણ, ત્યાગ, સત્ય આવીને જીવનમાં વસનાર,

પછી આમદિન બની જાય તહેવાર, મંઝીલ મળી સમજો.


ના નિરાશા આવે જીવનમાં કર્મ તણું સજ્જ રહે હથિયાર,

વહાવી પ્રસ્વેદ પ્રારબ્ધને પડકાર, મંઝીલ મળી સમજો,


જનેજનમાં દીસે જનાર્દન માનવધર્મ તણાં રહેતાં આચાર,

દીનહીનનાં નૈનાશ્રુઓને લૂંછનાર, મંઝીલ મળી સમજો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama