મંગલ મંદિર
મંગલ મંદિર
ચાલો ઘરને મંગલ મંદિર બનાવીએ,
પરિવાર માટે પ્રેમનો દીપ પ્રગટાવીએ,
રાખો ભાવ હૃદયમાં સુગંધ આપીએ,
સૌ સાથે હળી - મળીને સદા રહીએ,
રાખીએ સદા મીઠાશ કટુ નવ બોલીએ,
કરો અંતર સાફ ઝાંખું કદી ન રાખીએ,
ના વિખરાય પરિવાર તે ધ્યાન ધરીએ,
સમાજમાં રહીને સૌને પોતાના માનીએ,
ના કોઈની ટીકા, ના રાગ-દ્વેષ રાખીએ,
સૌને પોતાનાં જાણી હાથ મિલાવીએ,
કરીએ સૌની તુલના સમદ્રષ્ટિ રાખીએ,
મળ્યો મનખો મનુજનો સુંદર માણીએ,
બનો હેતાળ ને સૌ પર હેત વરસાવીએ,
આપણે મુસાફર બસ ચાલતા રહીએ.
