મને વ્હાલી મારી મા
મને વ્હાલી મારી મા
મા
શબ્દ એક પણ અર્થ કેટલા ?
સંબંધોની સમાનાર્થી ને,
હર કિરદાર ને બાખુભી નિભાવતી,
હંમેશા હસતી ને મન માં કેટલું છૂપાવતી...
પોતે રહેતી ભૂખી ને સૌને પકવાન પીરસતી...
રાહ જોતી ટેબલ પર ચા એની...ને એમ જ ઠંડી થઈ જતી...
ને એ વ્યસ્ત પરિવારના નાસ્તામાં રહેતી....
સૌને પીરસીને જ્યારે પોતે જમવા બેસતી...
હર કોઈ ઊભા થઈ જાય તો એકલી એકલી જમતી...
પણ ના કોઈ ફરિયાદને ના કોઈ વાંધો..
આ "મા" કેવું જીવન જીવતી ?
તહેવારોમાં પણ પૂરું ઘર સજાવતી...
ને કોઈ ખામી રહી જાય તો...કેવું સૌનું સાંભળતી...
ના મળે વેતન, ને ના થાય વકરો...
વગર નફા નુકસાને આ કેવી નોકરી કરતી ?
આ "મા" કેવું જીવન જીવતી ?
પોતાના આંસુ ને પોતાનું દર્દ,
પોતે જ બનતી દાક્તર ને પોતે જ બનતી દવા...
આ "માં" આમ જ હાસ્ય રેલાવતી....
પથ્થરની ઈમારતને એ એક ઘર બનાવતી.
